Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Inspirational

4  

Hiten Patel

Inspirational

સખી ! ભરીએ રસની વાડી !

સખી ! ભરીએ રસની વાડી !

1 min
506


ભરીએ રસની વાડી !

સખી ! રસ ચેતના આજ જગાડી, 

હૈયે હૂંફની બખોલ પાડી !

સખી ! ભરીએ રસની વાડી !


નિરખ્યાં નેણને પાછાં ન વાળીએ, 

શરદ ચંદ્રના ચોક વાળીએ !

શબ્દ આશના પ્રિતથી પલાળીએ !

સખી ! ભરીએ રસની વાડી !


ઝબકી જ્યોતિ ઉરને ઉંબર, 

ચમકી વીજળી રાત્યને અંબર !

લે, ઝાલી આશનો હાથ !

દે, દઈ અખંડ સાથ !

છે, આતો - 

પંથ ભૂલેલ; નાથનો અનાથ !

સખી ! ભરીએ રસની વાડી !


ભરીએ રસની વાડી !

સખી ! રસ ચેતના આજ જગાડી, 

'આવ ' ની આશ ઉગાડી !

સખી ! ભરીએ રસની વાડી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational