STORYMIRROR

Sapna Shah

Inspirational

3  

Sapna Shah

Inspirational

સજ્જડબમ

સજ્જડબમ

1 min
14.1K


એના ને મારા થયા લગન

એમાં અમે બેય મસ્ત મગન

શું વિધિ કે શું વિધાન ?

વિધાતાની હતી એમાં દખલ

નોખો સ્વભાવ ને નોખું પ્રતિબિંબ,

અનોખો વિશ્વાસ ને અમે સજ્જડબમ

લાકડાના લાડુની મીઠાશમાં ભરપૂર મનોરંજન

તુતુ મેમે અમારી એમાં સમજી જાય સગપણ.

જ્યારે પણ થતું કે તોડું આ સંબંધ ?

ત્યારે સમજ કંપનીનો લગાડું હું 'ગમ'

સામસામે તલવારો ખેચીએ જીભની બેય

લગ્નનું બંધન સાંખે એના વાર આદતવશ

આ સંગાથ માંગે છે બેયનું સમર્પણ

કહે, હે દામ્પત્ય છે તુજને અર્પણ,

રહેે ભલે ભીની મારી પાંપણ

હસે ભલે ભીની મારી પાંપણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational