STORYMIRROR

Sapna Shah

Others

2  

Sapna Shah

Others

તારી વ્હાલી મને લાગે કિલકારી

તારી વ્હાલી મને લાગે કિલકારી

1 min
14.2K


તારું મુખડું જોઈને હું જાઉં વારી,
તારી વ્હાલી મને લાગે કિલકારી. ...તારી

હાથ-પગ હલાવી પગનો અંગુઠો પકડી,
જાણે જીમ્નેશ્ય્મનો તું હોય ખેલાડી તારી. ...તારી

મ..મ..બ..પા..બ્ભુ.. ભૂ કેવી મીઠ્ઠી બોલી,
તારે જોઈએ શું એ હું જાઉં જાણી તારી. ...તારી

ડાબે જમણે ફરતાં મારી દે છે તું ગુલાટી,
પગની લાતોથી ઉડાડે તારી પચરંગી ગાદી. ...તારી

જેનો સ્વાદ ના ભાવે તેને કરે તું ફૂત્કારી,
ધાર્યું કરવાને પાડે તું ચીચિયારી. ...તારી

તને માલીશ કરતી તને ચાટણ ચટાડતી,
તારી આસપાસ રહેતી તને આંખોમાં સમાવી. ...તારી

તું ઊંઘે ત્યારે ઊંઘતી તું જાગે ત્યારે જાગતી,
હરણફાળ ભરીભરી સઘળા કામ તારા કરતી. ...તારી

મને હરખ કે તને આ દુનિયામાં હું લાવી,
એ હરખમાં સઘળી વેદના ભુલાણી. ...તારી

મારા ખોળામાં તને હું જોઈજ રહેતી,
તને જોઈજોઈ હું થાઉં છું ગાંડી-ઘેલી. ...તારી


Rate this content
Log in