STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

શ્વાસમાં

શ્વાસમાં

1 min
423

સાચવ્યો'તો ખાસ એને શ્વાસમાં,

પ્રીત પણ ગવરાવજો ત્યાં રાસમાં,


આમ માની અવગણી જેને હતી, 

થાય ગણના આજ એની ખાસમાં,


કેમ પૂરી થાય રામાયણ અહીં ? 

છે શરૂઆતી સમય એ તાસમાં, 


રાખવું સઘળું હતું પાસે છતાં,

કંઈ બચતું પણ નથી ત્યાં પાસમાં, 


ખોઈ બેઠો ખૂબ ગમતીલી પળો, 

શોધવી છે આજ એનાં ચાસમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance