Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Deep Gurjar

Romance Classics Fantasy

3  

Deep Gurjar

Romance Classics Fantasy

શરૂઆત કરવી છે

શરૂઆત કરવી છે

1 min
120

લાગણીઓના ક્યારામાં ખાતર નાખીને

બસ હવે કંઇક નવી શરૂઆત કરવી છે.

શક્ય ના હોય એ સંબંધને શક્ય બનાવી,

પ્રણયની ચોપડી આજ ખુદ નામ કરવી છે.

ક્ષણે ક્ષણે યાદોના પાલવે ખુદ ઝૂલીને,

જીવનનાં આ હિંડોળે વફાદારી કરવી છે.

શૃંગારથી તુજ સુંદર રૂપને નીખારીને,

ઉજ્જડ મારી જિંદગી તારે નામ કરવી છે.

મોજ ખાતર આ મુશ્કેલીઓ ટાળીને,

હજારો ઝઘડાની ચિતામાં આગ કરવી છે.

સ્વાર્થનાં કારણે આ સંબંધોમાં ટકીને,

જિંદગીની એક સાંજ ખુદ નામ કરવી છે.

Rate this content
Log in