STORYMIRROR

Deep Gurjar

Romance Inspirational

4  

Deep Gurjar

Romance Inspirational

તારો સાથ

તારો સાથ

1 min
3.2K

મુશ્કેલીઓથી ભરી આ જિંદગી કેટલી સરળ બની બેસે,

જ્યારે તું મારી સાથે હોય..

રસ્તામાં આવતી દરેક રૂકાવટ મને નાખુશ કરતી હોય,

પરંતુ હું ખુશ બનીને દોડ્યો જ રહું,

જ્યારે તું મારી સાથે હોય..


મંઝિલ સુધી પહોંચવા એકલતાથી વિંધાયેલ હું,

ડગલે ડગલે ચાલતો હોય, પરંતુ જરાય ચિંતા ના હોય,

જ્યારે તું મારી સાથે હોય..

ગરીબીમાં પણ મલકાય મલકાય ને હર્ષ ઉલ્લાસથી આ દુનિયાને જીવી બતાવું,

જ્યારે તું મારી સાથે હોય..


સમગ્ર વિશ્વ જ્યારે મારી વિરુદ્ધ ઊભું હોય,

તો પણ હારી જવાના ડરને વીંધી બતાવું,

જ્યારે તું મારી સાથે હોય..

અજનબી એવા લોકોની મેદની વચ્ચે મારી જાતને જાણીતી સાબિત કરુ, 

જ્યારે તું મારી સાથે હોય..


કોઈ પણ જાતના શબ્દસ્પર્શ વગર હૈયાથી હોઠો સુધી મહેકી જતાવું,

જ્યારે તું મારી સાથે હોય..

ખરેખર અર્ધ અધૂરી મારી આ જિંદગીને પણ હસતા મોઢે ઓળંગી બતાવું,

જ્યારે તું મારી સાથે હોય..


Rate this content
Log in

Similar gujarati poem from Romance