જિંદગી
જિંદગી

1 min

139
આજકાલ તો માંગણીઓ વધી ગઈ છે,
જિંદગીથી તો શિકાયતો વધી ગઈ છે.
માનો કે ના માનો પણ હું ખુદ લડું છું,
મારી આ જીંદગીમાં આમ હું વધુ છું.
વાતો કરતા સૌની જેમ મનેય ગમે છે,
પણ જિંદગીની શાંતિમાં શોર જ નમે છે.
આવી છે તેવી છે, આ જિંદગી કેવી છે,
તમામે તમામ મુસીબતોથી જિંદગી લડી છે.
ખુશી ગમ, દાદરે દાદરે અહી પછાડે છે,
જિંદગીની પળે પળે યાદો યાદ આવે છે.
માત્ર એટલું મળ્યું!?, આવું જીવી લઉ છું,
અડધો ખુદ, પણ પૂર્ણની આશામાં દોડું છું.