STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

શરણાગત

શરણાગત

1 min
199

ત્યજીને સઘળી જગજંજાળ હરિ તારે શરણે આવ્યો,

હવે તું જ બસ મુજને સંભાળ હરિ તારે શરણે આવ્યો,


અંતર મારું થયું પુલકિત તવ નામસ્મરણે કરુણાનિધાન,

'ત્રાહિમામ' જીવને તું પંપાળ હરિ તારે શરણે આવ્યો,


કામ ક્રોધાદિક ષડરિપુથી ખરડાયો કેટલો કોશલેશ પ્રભુ,

આપદા મારી હરિવર તું ટાળ હરિ તારે શરણે આવ્યો,


જગત પ્રપંચી કેવો સતાવે તારાવિણ છું હું અધૂરો હરિ,

આખરે તારો હું છું પ્રભુ બાળ હરિ તારે શરણે આવ્યો,


શરણાગતને રાખણહારા ભક્તવત્સલ છો ભગવાનને,

છોને હોય હળાહળ કલિકાળ હરિ તારે શરણે આવ્યો,


એક અરજ છે મારી પ્રભુ મુજ કાજ હરિ કૈંક વિચારો,

તવ વિયોગે હૈયે છે અગનઝાળ હરિ તારે શરણે આવ્યો,


રિઝો રઘુકુલનંદન રામ રહેમનજર સેવક પર રાખજો,

લાવી કરુણા લેજો દાસની ભાળ હરિ તારે શરણે આવ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational