શરણાગત થયો
શરણાગત થયો
તને યાદ કરીને હરિ હું શરણાગત થયો,
ઉરે ભાવ ભરીને હરિ હું શરણાગત થયો,
હતી પ્રબળતા માયાની જે લલચાવતી,
એને ઠોકર મારીને હરિ હું શરણાગત થયો,
હવે બધી જ જવાબદારી તારી સાચવજે,
તને સર્વસ્વ ધારીને હરિ હું શરણાગત થયો,
પાપ તો શેવાળસમ ફસાયો પણ હું ઘણો,
કુટેવો છોડી મારીને હરિ હું શરણાગત થયો,
તને પામવાની ઝંખના મારી ભવોભવની ને,
તારી આશે હંકારીને હરિ હું શરણાગત થયો,
ખૂબ ઝઝૂમ્યો માયાપાશથી છૂટવાને હરિ,
ક્યાંય ન ફાવી કારીને હરિ હું શરણાગત થયો.
