STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

શ્રદ્ધા

શ્રદ્ધા

1 min
240

ઉરના ઊંડાણેથી પ્રગટે છે શ્રદ્ધા,

ખુદ ઇશ્વરનેય એ ગમે છે શ્રદ્ધા,


બુનિયાદ છે એ જ્ઞાનપ્રાપ્તિ તણી,

પથ્થરનેય આખરે નમે છે શ્રદ્ધા,


વિશ્વાસે વહાણ પણ તરી જાય,

અંધત્વ આવતાં એ ખમે છે શ્રદ્ધા,


શ્રદ્ધાને સબૂરી પરમનાં પગથિયાં,

સ્વાર્થરહિત થતાં એ ફળે છે શ્રદ્ધા,


પથ્થરમાંય પ્રાણ પ્રગટાવી શકતી,

ખુદ પરમેશને મજબૂર કરે છે શ્રદ્ધા.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Inspirational