શમણાની રાત
શમણાની રાત
જવાબો લખાયા હતા આંખમાં ને,
હું સવાલ પર સવાલ પૂછતો રહ્યો,
વિરહમાં આંસુના ઉઝરડા વળ્યા ને
હું ઉપરછલ્લું જ તેને લૂછતો રહ્યો,
શોધતા આવ્યા હતા ખુદ પ્રસંગો મને,
હું તહેવારોના સરનામા ખોળતો રહ્યો,
લૂંટાતી રહી મારી સદીઓ ને સદીઓ,
ને હું મૂડીમાં ક્ષણ ક્ષણ જોડતો રહ્યો,
પરાકાષ્ઠા થઈ છે મજાકની ભાગ્યમાં,
હું પાણીમાં ભળ્યું અશ્રુ શોધતો રહ્યો,
એ આવ્યા'તા મને મળવા રાત બની,
ને હું શામણાંઓ ઓઢીને સૂતો રહ્યો.