તરુનું રુદન
તરુનું રુદન


પ્રભાતે એક અશ્રુ પાને મેં જોયું હતું,
કોઈ તૂટયા શમણે, શું તરુ રોયું હતું ?
તાજું કર્યું સ્મરણ, શું કારણ હશે?
કે આમ વનરાજીના ઉરે વેદના વસે,
ક્રમ નીતનો હતો, ન નજરે લીધું હતું,
વીતી સંધ્યાએ તૂટતું પર્ણ મેં દીઠું હતું,
હોય શું ખોટ તરુને એક પાંદડે વળી,
તો શું અમસ્તી જ છે આંખ ભીની કરી,
પરિણામ રુપ તેનું આ આંસુ છૂટી ગયું,
રહ્યાં ઘણા છતાંય એક પોતીકું તૂટી ગયું,
જગની ઘટમાળમાં સ્નેહીઓની ક્યાં ખોટ છે,
લાખોનો આવરો છતાં એકના જવાથી ઓટ છે.