શિવજી ભોળા
શિવજી ભોળા
કરે જે જીવમાત્રનો સ્વીકાર શિવજી ભોળા,
ના હોય કૈલાસે કદી તિરસ્કાર શિવજી ભોળા,
આસુતોષ સદાશિવ ભાવનાના ભૂખ્યા હંમેશ,
કોઈનો કદી પણ ન રાખે ભાર શિવજી ભોળા,
આપે વરદાન મન ચાહ્યું ભક્તોને વિના વિલંબે,
જેને ભજતાં હોય જીવનસાર શિવજી ભોળા,
દાની દિલાવર દયાનિધિ ના શિવસમ કો' દાતાર,
મળી જાય ભવરોગનો ઉપચાર શિવજી ભોળા,
રિઝતા પંચાક્ષરેને માત્ર જલાભિષેક થકી પણ,
કોઈ ન આવતા એની હારોહાર શિવજી ભોળા.
