શિવજી ભોળા
શિવજી ભોળા
ભક્તભાવને સદા સ્વીકારે શિવજી ભોળા,
અધમ પાપીને પણ ઉદ્ધારે શિવજી ભોળા,
જલધારાથી રીઝનારા આશુતોષ સદાશિવ,
રે' વું " મહાદેવ હર" ના નારે શિવજી ભોળા,
માગ્યું વર દેનારા ભક્તવત્સલ અવઢરદાની,
શોભે શશીને વળી ગંગધારે શિવજી ભોળા,
દેવ, દાનવ, મનુજને ભૂતપ્રેત પણ હોય હારે,
એવા નાથને વંદન હો વારેવારે શિવજી ભોળા,
વિષ હળાહળ આવકારી અમૃતને વહેંચનારા,
હરહંમેશ રામનામના ઉચ્ચારે શિવજી ભોળા,
અવગુણ ભક્તોના છોડી ગુણને જે જોનારા,
હોય જે ભક્તવત્સલને દુલારે શિવજી ભોળા.
