શાંત ઝરૂખો
શાંત ઝરૂખો
હતો મારો એ શાંત ઝરૂખો
કામ ન લાગ્યો મારો કોઈ નુસખો,
ઝરૂખામાં કરતા હતા વાતો મીઠી
જોતા ઝરૂખામાં તું ક્યાંય ના દીઠી,
જીવતા હતા સારી એ જિંદગી
રોજે કરું એ પામવા હું બંદગી,
તું નથી તો થયો એ ખાલી ઝરૂખો
તારા વિના થયો શાંત એ ઝરૂખો,
નથી સ્વીકારતો મને હવે એ ઝરૂખો
તુજ વિના શું કામનો એ ઝરૂખો,
હતો મારો એ શાંત ઝરૂખો
કામ ન લાગ્યો મારો નુસખો.
