સાંભળજે
સાંભળજે


દિલ પર પથ્થર રાખીને સાંભળજે.
તું છે શત્રુ તારો સમજીને સાંભળજે.
નહિ નડે તને ગ્રહ- નક્ષત્રો ચોઘડિયાં,
વિચાર વાણીને સંભાળીને સાંભળજે.
દુશ્મન નથી અવર કોઈ બગાડતા જે,
તારી કુટેવોને તું નિવારીને સાંભળજે.
શત્રુ કે મિત્ર છે તારી જબાને વસેલો,
ના ગમે તોય તું કંટાળીને સાંભળજે.
આસાન થઈ જશે જીવનરાહ તારો,
શબ્દને સ્નેહમાં પલાળીને સાંભળજે.