STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

રૂપિયો

રૂપિયો

1 min
405

રૂપિયો બનાવે સહુને બહુરૂપિયો, રૂપિયો મહામારી,

નર હોય કે નારી, રૂપિયો સહુ પર બહુ ભારી.


રૂપિયાનો રસ્તો બહુ લલચામણો, ખેંચે ખોટા માર્ગે;

ખોટા માર્ગનો રૂપિયો લાવે આફત અણધારી.


રૂપિયા કમાવવાનો માર્ગ, ભૂલભૂલામણી ભર્યો;

ક્યારેક બને યારી તો ક્યાંક બને કોઇની સુપારી.


સાચવજો, રૂપિયાનો માર્ગ છે ખૂબ લપસણો,

ભલભલા લપસી પડે, રૂપિયો છે માયાધારી.


સાચા માર્ગથી કમાયેલ રૂપિયો જ છે સાચો,

સાચા માર્ગના રૂપિયામાં જ છે લક્ષ્મીજીની ખુમારી.


બચાવેલ રૂપિયાને યોગ્ય રીતે વાપરતાં રહેજો;

નહીંતર મૃત્યુ પર્યંત કરતાં રહેશો માત્ર ચોકીદારી!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational