STORYMIRROR

Dr. Dimple Mehta

Tragedy Thriller

2  

Dr. Dimple Mehta

Tragedy Thriller

રોજ સવારે

રોજ સવારે

1 min
153

મૌનનાં સમુદ્નની

પે’લે પાર ઊભેલાં તને ..

મળવા દરિયો ફલાંગતી વખતે,

મને ઘેરી વળતાં ભૂતકાળનાં મગરોથી

બચવા મધદરિયે,


હું જીવ સટોસટ હવાતિયા મારું ત્યારે.. 

મારી બળબળતી પીડાઓનાં જળનાં છાંટાં

તારી ચામડીને ય રાણઝાણ દઝાડે


એ મને જરાય કબૂલ ન હોવાથી,

હું મારી જાતને મગરોને હવાલે સોંપી દઉં તો

મારી લાશ કદી ક તો તારા કિનારે પહોંચી જ જશે,


એવી મરણાંત આસ્થામાં રહીને,

આ ભીનાં દુ:સ્વપ્નને રોજ સવારે 

મારી ખારી આંખોમાંથી ઊતારીને,

આશાની ખીંટીએ નીતરવા મૂકું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy