રોજ સવારે..
રોજ સવારે..
મૌનનાં સમુદ્નની
પે’લે પાર ઊભેલાં તને..
મળવા માટે દરિયો ફલાંગતી વખતે,
ભૂતકાળનાં મગરોથી બચવા મધદરિયે
હું જીવ સટોસટ હવાતિયા મારું ત્યારે..
મારી બળબળતી પીડાઓનાં જળનાં છાંટાં
તારી ચામડીને ય રાણઝાણ દઝાડે
એ મને જરાય કબુલ ન હોવાથી,
હું મારી જાતને મગરોને હવાલે સોંપી દઉં તો..
મારી લાશ તો કદીક તારા કિનારે પહોંચી જ જશે,
એવી મરણાંત આસ્થામાં રહીને,
આ ભીનાં દુ:સ્વપ્નને રોજ સવારે મારી ખારી આંખોમાંથી ઊતારીને આશાની ખીંટીએ નીતરવા મુકું છું.