રામનામ
રામનામ


રામનામ એ જ જીવનસાર છે.
બાકી તો આ જિંદગી બેકાર છે.
તમે શબરી બની રાહ તો જૂઓ,
એ બોર તમારાં આરોગનાર છે.
તમે સુગ્રીવ બની મૈત્રી તો કરજો,
રાજ કિષ્કિંધાનું એ આપનાર છે.
તમે ઝઝૂમો સીતા રક્ષણ કરતાં,
રામ જ ખુદ અંકે બેસાડનાર છે.
બની વિભીષણ જોડાવ સેનામાં,
પદ લંકેશનું તત્કાળ મળનાર છે.
અરે ! પતિત હો તો અહલ્યા છો,
ચરણરજનું દાન રામ કરનાર છે.