રાખીશ જાળવીને
રાખીશ જાળવીને
વગોવીશ નહીં એને
રાખીશ જાળવીને
દિલની તિજોરીમાં
રાખીશ સાચવીને
અનમોલ ખજાનો
રાખીશ છુપાવીને
શમણીલી આંખોમાં
રાખીશ સજાવીને
ચહેરાના હાસ્યમાં
રાખીશ કોતરીને
વિખેરાવા નહીં દઉં
રાખીશ સંભાળીને
સોગાત છે સાજનની
પ્રેમ હોય કે હોય 'દર્દ'
જીંદગીની ફ્રેમમાં
રાખીશ મઢાવીને

