STORYMIRROR

Nanalal Kavi

Classics

0  

Nanalal Kavi

Classics

રાજકુમારીનું ગીત

રાજકુમારીનું ગીત

1 min
723



નયન નયને રે, નયન નયને પધારો, રાજબાલ!

ઘેલાં નયણાં તલપે ત્ય્હાં ઘડિક આવજો રે લોલઃ

ભવન ભવને રે, ભવન ભવને ત્‍હમારાં, રાજબાલ!

ઊંડા આદેશ કિરણોમાં ક્‌હાવજો રે લોલ.


મધુર મધુર મુખડે હસો વિરલ તેજનાં હાસ :

હેરી હેરી હરખશું અધઉઘડ્યાં એ વિલાસ.

મ્હોરી વસન્તની વાડીઓ, હો જગલક્ષ્મિ!

કરે કોયલડી ટહુકાર, હો આવજો જગલક્ષ્મિ!

ધીમાં ધીમાં રે, ધીમાં ધીમાં પધારો, રાજબાલ!

ઘેલાં નયણાં તલપે ત્ય્હાં ઘડિક આવજો રે લોલ.


અમીરંગી નિજ સાળુનો પાલવ જોતી રસાળ

ચાલી ચન્દનચોકમાં રસઅભિલાષુ બાળ.

વીણી ગૂંથી ઉરની પ્રભા, હો મદભરિયાં!

લીધી કરકમલે વરમાળ, હો આંખડી મદભરિયાં!

એવાં અધીરાં રે, એવાં અધીરાં મ હોય રાજબાલ!

ઊંડા આદેશ કિરણોમાં કહાવજો રે લોલ.


ઉગ્યાં, ઉગમણે વસો ઉગી પુનમ અખંડઃ

અમૃતલેખિનીથી લખ્યો સ્નેહમન્ત્ર ઉરખંડઃ

ઘેરૂં ઘેરૂં જરા ડોલતાં, હો રસદેવિ!

હવે પધારશો ક્ય્હાં પરદેશ ? હો મીઠડાં રસદેવિ !

પ્રાણતખ્તે રે, પ્રાણતખ્તે પધારો, રાજબાલ!

ઘેલાં નયણાં તલપે ત્ય્હાં ઘડિક આવજો રે લોલઃ

ઘેલાં હઇડાં જલ્પે ત્ય્હાં કદિક આવજો રે લોલ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics