રાધા તારી પ્રિત
રાધા તારી પ્રિત
બે રસ્તા છે તારી પાસે મીરા ....
એક જેના થકી મેવાડમાં જવાય .....
અને બીજો જે પ્રેમ એવા ગોકુળમાં રહેવાય !
હવે નક્કી તારે કરવાનું છે ...
ગૌરવના મહેલ મા રોકાશે ...
કે હાથ માં ઝેર નો કટોળો !!
બે રસ્તા છે તારી પાસે સુદામા ....
એક જેના થકી દ્વારિકા જવાય .......
અને બીજો અયાચકવ્રતથી પોરબંદર રહેવાય!
હવે નક્કી તારે કરવાનું
મોટા મહેલો મા રોકાઈશ .....
કે પછી પાછા ઝપડી ના દુઃખણા...!
કહેતા ચાલી નીકળ્યા સુદામા.....
ચપટી તાંદુલનાં સ્વાદ માટે.......
શ્રી કૃષ્ણ દોડ્યા જાય ...!
બે રસ્તા છે તારી પાસે નરસૈંયા....
એક જેના થી આ નાત ના વાળા છોડાય....
જે કૃષ્ણ પ્રેમ ના ગીત ગવાય ....!
હવે નક્કી તારે કરવાનું કે...
કે કૃષ્ણ રંગે રંગાઈ કે ...
નાત ના વાડા મા પુરાઈશ......!
તું તો રંગાણો કૃષ્ણ રંગે...
આવ્યા બની ને મુનિમ ...
ભર્યું મામેરું કુંવરબાઈ નું.....!
