STORYMIRROR

Digvijay Ratnu

Inspirational Romance

3  

Digvijay Ratnu

Inspirational Romance

પૂર્ણ સ્વપ્ન

પૂર્ણ સ્વપ્ન

1 min
27.6K


(પતંગ અને દોરી)

    

એ બહુ ખુશ હતી આજ તો ગઠબંધન થયું,

ઘણા વર્ષોના અંતે આ પૂર્ણ સ્વપ્ન થયું...

એ સળીથી હું લડી

પણ આવી એ ઘડી

આજે તો યાર મારું સગપણ થયું !

ઘણા વર્ષોના અંતે આ પૂર્ણ સ્વપ્ન થયું

આજે એવી ભરી ઉડાને

જાણે મળી ગઈ ખુદાને

રીતિ-રિવાજોથી આ લગ્ન થયું !

ઘણા વર્ષોના અંતે આ પૂર્ણ સ્વપન થયું,

વિચરું હું પ્રીતમની સાથે

પેલા કોમળ બાળકોની માથે

લોકો કહે આ પતંગ પાગલ થયું !

ઘણા વર્ષોના અંતે આ પૂર્ણ સ્વપ્ન થયું,

દુશ્મનોથી પેચ લાગ્યા

આકાશે પણ મેચ જામ્યા

ઊંચે ગગનમાં પણ રુદન થયું !

ઘણા વર્ષોના અંતે આ પૂર્ણ સ્વપ્ન થયું,

પ્રીતમથી જુદા કરી

લોકોએ પણ મજા કરી

સવાર થતા જ મારુ જીવન વિલીન થયું !

ઘણા વર્ષોના અંતે આ પૂર્ણ સ્વપ્ન થયું.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational