કોલેજ કહાની
કોલેજ કહાની
તે મોજ મસ્તીની જીંદગાની
ત્રણ વર્ષની કોલેજની કહાની
બસની પણ ગજબની ભીડ
એક્ઝામે તેમાં કરેલ રીડ
ભાઇબંધની રાહમાં,
ચાલુ બસે કેવું ચિલ્લાતા હતા !
ત્રણ વર્ષ તો જન્નતમાં જીવાતા હતા
મળી જાય જો એકાદ ગોપી
તો અસાઇન્મેન્ટમાં કરી આપે કોપી
સબમિટ કરાવીને,
મેડમ સામું કેવું હરખાતા હતા !
ત્રણ વર્ષ તો સુખમાં જીવાતા હતા
મેળવ્યું હતું એ નકલનું જ્ઞાન
ટ્રિપમાં કરેલું મોટેથી ગાન
મતભેદ થતા જ,
શાંતિથી ક્યાં સુલજાવતા હતા ?
ત્રણ વર્ષ તો ખુશીમાં જીવાતા હતા
જોયું હતું એ 'છેલ્લા દિવસમાં'
લાતો મારતા જનમદિવસમાં
હાઇવે પર લાવીને,
કેક ને બિયરથી કેવું નવરાવતા હતા !
ત્રણ વર્ષ તો મોજમાં જીવાતા હતા
હવે આ જિંદગીમાં કેમ ફાવશે?
ત્રણ વર્ષ પાછા થોડા આવશે?
અરે ક્રિષ્ન પણ,
કોલેજમાં આવવા વિચારતા હતા !
ત્રણ વર્ષ તો એમ ક્યાં ભૂલાત હતા?