STORYMIRROR

Digvijay Ratnu

Others

3  

Digvijay Ratnu

Others

બાળપણ

બાળપણ

1 min
13.1K


નથી ગમતું આ શાણપણ

તમે જ લૂંટયુને આ બાળપણ?

સ્કૂલે મારો સમય છીનવી

અને આ સ્કેલે મારુ બેટ

ટ્યુશનને મારો શત્રુ બનાવી

મળી ગયું તમને ચેન ?

મજાનું હતું એ ગાંડપણ

ક્યાં ગયું એ બાળપણ!!

ખુશી નીચોવી રૂમાલના આંખે પટ્ટા બાંધી,

મમ્મી પણ આપે રોજ માંગો ત્યારે રાંધી,

પ્રેમના ચક્કરને તોડી, જિંદગીના ચક્કરમાં નાખી,

શું બનાવી દીધો જેન્ટલમેન ?

સ્વાર્થ વિનાનું એ નાનપણ

ક્યાં ગયું એ બાળપણ !


Rate this content
Log in