Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

પૂછું હું તમને સૌને

પૂછું હું તમને સૌને

1 min
327


નથી ક્યાંય થતું સત્યનું પાલન

નથી ઘટતું અસત્યનું ભારણ

તો પછી વિજયાદશમી ઉજવવાનું કારણ શું ?

પૂછું હું તમને સૌને......!


નથી જોવા મળતું સમાજમાં સ્ત્રી સન્માન

ખુલ્લે આમ જોવા મળે રાવણ રૂપી મેન

તો પછી વિજ્યાદશમી ઉજવવાનું કારણ શું ?

પૂછું હું તમને સૌને....!


ખુલ્લેઆમ જગમાં જોવા મળે રાવણ

નથી કરી શકતું કોઈ વિરોધના વાવડ

 તો પછી વિજયાદશમી ઉજવવાનું કારણ શું ?

 પૂછું હું તમને સૌને....!


લંકામાં તો દસ માથાધારી એક જ રાવણ

અત્યારે ઠેર ઠેર જોવા મળે છે રાવણ

તો પછી વિજયાદશમી ઉજવવાનું કારણ શું ?

પૂછું હું તમને સૌને...!


 જો ઘટે નહિ સમાજમાં રાવણ રૂપી નર

સ્ત્રી સન્માનની વારે આવે નહી કોઈ નર

તો પછી વિજયાદશમી ઉજવવાનું કારણ શું ?

પૂછું હું તમને સૌને....!


મળી જાય જવાબ જો કોઈને

તો જણાવજો સૌ કોઈને

 કે વિજયાદશમી ઉજવવાનું કારણ શું ?

પૂછું હું તમને સૌને....!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational