પુસ્તકો છે તમારાં મિત્રો
પુસ્તકો છે તમારાં મિત્રો
હાસ્ય અને કરુણતાનો ભાવ પ્રગટાવતું,
મારું મિત્ર આ પુસ્તક,
નૈતિકતા અને પ્રમાણિકતાના દર્શન કરાવતું,
મારું મિત્ર આ પુસ્તક.
સજ્જનતા અને માનવતાનાં પાઠ ભણાવતું,
મારું મિત્ર આ પુસ્તક,
ત્યાગ અને પરોપકારી જીવન દર્શન કરાવતું,
મારું મિત્ર આ પુસ્તક.
સાદગી અને મૂલ્ય બોધનું નિરૂપણ કરતું,
મારું મિત્ર આ પુસ્તક,
શિક્ષણ અને સ્વ અધ્યયનનો હાર્દ સમજાવતું,
મારું મિત્ર આ પુસ્તક.
ચેતના અને જિજ્ઞાસાનો દીપ પ્રગટાવતું,
મારું મિત્ર આ પુસ્તક,
અત્યાચાર અને સત્યાગ્રહનો મર્મ બતાવતું,
મારું મિત્ર આ પુસ્તક.
સ્વની ઓળખ અને સ્વાભિમાન જગાવતું,
મારું મિત્ર આ પુસ્તક,
સમૂહજીવન અને પ્રકૃતિદર્શન કરાવતું,
મારું મિત્ર આ પુસ્તક.
આદર્શ નાગરિકતાનાં પાઠ ભણાવતું,
મારું મિત્ર આ પુસ્તક,
અધિકારો અને જવાબદારીઓ સમજાવતું,
મારું મિત્ર આ પુસ્તક.
સાહસ, નિર્ભયતા ને પ્રેરણાનું મૂલ્ય પ્રગટાવતું,
મારું મિત્ર આ પુસ્તક,
મિત્રતા, એકતાનું બળ, ને જ્ઞાન પ્રકાશ આપતું,
મારું મિત્ર આ પુસ્તક.