પુણ્યપાથેય
પુણ્યપાથેય


પુણ્યપાથેય બાંધીએ સત્કર્મ કરીને.
પુણ્યપાથેય બાંધીએ ધર્મ આચરીને.
પેટ તો પશુપંખી પણ ભરે દરરોજ,
પુણ્યપાથેય બાંધીએ રોજ ફરીફરીને.
આહાર, નિદ્રા, ભય, મૈથુન સામાન્ય,
પુણ્યપાથેય બાંધીએ ધીરજને ધરીને.
હશે અપેક્ષા ઈશની પુણ્ય કરી જીવશે,
પુણ્યપાથેય બાંધીએ ખરા ઊતરીને.
ના સતાવીએ કે ના સહીએ કદી ખોટું,
પુણ્યપાથેય બાંધીએ જીવન સુધારીને.