પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !
પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !


પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !
કીડીને મણ અને હાથીને કણની, જરુર નથી હોતી,
દરેકની ક્ષમતા, કદી એક સરખી નથી હોતી,
પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !
ધ્રૂજતાં હાથે પીંછી પકડવામાં, શરમ નથી હોતી,
અવનવું શીખવાની, કોઈ ઉંમર નથી હોતી,
પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !
ઝૂકેલી કમર, બાળપણથી, નારાજ નથી હોતી,
ઘડપણ અને બાળપણમાં, અસમાનતા જુદી નથી હોતી !
પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !
બોખા મોંઢામાં, ચોકલેટની મીઠાશ કમ નથી હોતી,
બાળપણની જીદ, ઘડપણથી કમ નથી હોતી,
પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !
બાળપણની યાદો, ઘડપણ પર, ભારી નથી હોતી,
કાગળની હોડી આમજ, ઘડપણમાં પ્યારી નથી હોતી,
પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !
ધ્રૂજતાં હાથ ને ઉદાસ આંખોમાં, ઉત્સાહની કમી નથી હોતી,
નવું શીખવાની ધગશ, ઉંમરની મોહતાજ નથી હોતી,
પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !
ધગશ હોય ત્યાં, મંઝીલ કદી દૂર નથી હોતી,
ખરી 'ચાહત' હોય ત્યાં, દિલોમાં દૂરી નથી હોતી,
પ્રતિભા, કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી !