STORYMIRROR

Dipak Chitnis

Romance

3  

Dipak Chitnis

Romance

પ્રણય

પ્રણય

1 min
171

મારા કહેવાથી શું ખબર પડે ?

મારા રહેવા ના રહેવાથી શું, કંઇ ફર્ક પડે ? 

પણ મારી વધારાની લાગણીથી,

આપને તકલીફ ઘણી પડે.


વાતો મારી આપને બેમતલબ લાગે,

નાની અમથી સલાહ આપને કકળાટ લાગે,

થઇ જઉં ખામોશ તો કેમ એમને પ્રલય લાગે ? 

મારી આ વધારાની કદર એમને બહુ તકલીફ આપે.


આને પ્રેમ ગણું હું અને એમને વહેમ લાગે,

હું તો સ્વીકારી લઉ, પણ એમને અહંમ ઘવાય,

કરું કોઇ વાત હું, તો એમને લાંબો લચક નિબંધ લાગે,


વહી ગયો સમય જે હતો અમારો,

ખરેખર આજે અનુભૂતિ થાય છે,

સમય બદલાતા કયાં લાગે વાર,

કહેવાથી, રહેવાથી કે બોલવાથી,

કે ખામોશી શું ફરક પડશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance