મારી મા
મારી મા
સૂતો હતો હું ઘોડિયે હતો નાનકો, સદાય રડતો તો ચૂપ રાખતી;
મને દુ:ખી જોઈ થતી દુ:ખી તે તું "મા”,
મારી હેતથી ભરેલી હેતાળ "મા” તે તું જ છે,
કોરામાં મને સૂવાડી, ભીનામાં સૂતી હતી,
પીડા ભલે ને થાય, સ્વાદ તો તેનો તું જ લેતી;
મારા સુખના કાજે કડવી થાતી, મારી હેતાળ "મા”,
વળગાડી છાતીએ મને, નિત બચાવી લેતી મને,
નિત દેતી તાજું-માંજું ખાવા મને તે મા તું જ,
નિત દિન મીઠાં મધુરા મુખે સંભળાવતી હાલરડાં,
મારી હેતથી ભરેલી હેતાળ "મા” તે તું જ છે,
પડી જાઉં તો બેઠો કરે તે મા તું છે,
પ્રીતના તીરસતાં પૂર પાંપણે મા, પોતાતણું દૂધ પાતી તે "મા”
મારી હેતથી ભરેલી હેતાળ "મા” તે તું જ છે,
ત્યારે અને આજે, તું હોઉં ને ન હોઉં તારું હેત તો તે જ હશે,
જે અનંત હેતની ગણના ન થાય, અરે,મા, કેવી રીતે ભૂલી શકું,
લીધી તારી ચાકરી નિત "મા” તારી છે તે અમૂલ્ય,
મારી હેતથી ભરેલી હેતાળ "મા” તે તું જ છે,
દેવોના દેવથી અધિક આનંદ આપ્યો તે મારી "મા”,
મને સદા સદ્દગુણોથી અકબંધ કર્યો તે તું મારી "મા”,
"મા” આ ભવ નહીં, ભવે ભવ બની રહેજે પડછાયો મારી "મા”
મારી હેતથી ભરેલી હેતાળ "મા” તે તું જ છે.
