STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational Others

3  

Kiran piyush shah "kajal"

Inspirational Others

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
514

લાખો વર્ષોથી સાક્ષી ભાવે જોતી ઊભી'તી,

યુગો વીત્યાં,

માનવ ઉત્ક્રાંતિની સાક્ષી બની,

સંસ્કૃતિ વિકસતા જોઈ.


સતયુગમાં સીતાને ખુદમાં સમાવી,

ત્રેતાયુગમાં દ્રોપદીના દુઃખોમાં બની સહભાગી,

તો

કૃષ્ણના પ્રેમથી હરખાતી રાધા પણ બની.


આજ કળયુગમાં વારંવાર પીખાતી રહી,

કયારેક પ્રયોગોના પરિણામ રુપે,

ક્યાંક સ્ત્રીત્વ લુંટાવી,

માનવ સભ્યતાની હિનતાની પરાકાષ્ઠાએ.


પણ છતાં,

આજ પણ વિશ્વાસ ધરી

મનમાં આશા સેવતી,

માનવોધ્ધારના સંકલ્પ સાથે

એ કલ્કી અવતારની આશમાં.


હું ?

ન ઓળખી ?

હું પૃથા, પ્રકૃતિ,

જે નામે તમે બોલાવો એ

પણ છું સ્ત્રીરુપે, શક્તિ સ્વરૂપે,


હવે ઓળખી ?



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational