પરખાય છે
પરખાય છે




જીત સાચાનીજ અંતે થાય છે,
સત્યની સાથેજ તો જીવાય છે.
હાથ જો પકડી શકો નેકી તણો,
તોજ આબરુ અંતે જળવાય છે.
દુઃખ સમદરનું જઇ કોને કે'વું,
માણસ સમો માણસેય મુંઝાય છે.
જીવન મહી ક્યારે કો અટ્કાઈ જશે,
માનવીને જાણ ક્યાં એ થાય છે.
'પ્રીતમ' તને છે જગત વિશે જાણ કંઇ ?
છે જમીન એવી જ્યાં સત્ય પરખાય છે.