પરિક્રમ કુદરતનો
પરિક્રમ કુદરતનો
ઉગવુંને આથમવું પરિક્રમ કુદરતનો,
ખિલવુંને કરમાવું પરિક્રમ કુદરતનો.
નિર્માણ જ કુદરતનું અદભૂત છે બહુ,
જાગવુંને સુઈ જવું પરિક્રમ કુદરતનો.
ચલાવવાને સંસાર રચ્યો કિમિયો કેવો,
જન્મવું અને મરવું પરિક્રમ કુદરતનો.
ના કરવું અભિમાન કોઈ વિશેષતાનું,
પ્રગટવું અને બુઝાવું પરિક્રમ કુદરતનો.
પ્રક્રલ્પ અવાગમનનો નિયમિત છે 'દિન',
આવવું અને જવું પરિક્રમ કુદરતનો.
