Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parth Mashru

Romance

2.5  

Parth Mashru

Romance

પ્રીત અને પ્રેમ

પ્રીત અને પ્રેમ

1 min
14.4K


એ તારી પ્રીતનું મધુરું સંગીત,

કે મારા પ્રેમનો જીણો ઝણકાર

કેવો... કેવો... આ લાગી રહ્યો સંસાર !


એ તારી સ્મિત નું સુંદર શહેર,

કે મારા મિત નો મોટો મહેલ

ધીમે... ધીમે... મને આવી રહી અણસાર !


એ તારા તારા દિલ ની દરખાસ્ત,

કે મારા રુદિયાનો રણકાર

અલગ... અલગ... અહેસાસ નો આ મીઠો કંસાર !


એ તારા મધુર વેણ,

કે મારા મીઠા બોલ

છણક... છણક... ધ્વનિત થયો આ સુનકાર !


એ તારા હાથમાં મારો હાથ,

કે મારી પાસે તારા હોવાનો અહેસાસ

ધીમે... ધીમે... થઇ રહ્યો જાણે સ્વર્ગ કેરો વિહાર !


એ મને યાદ કરવાનો તારો અંદાજ,

કે તારી યાદોમાં ખોવાઈ જવાનો મારો મિજાજ.

ગુલ્સન... ગુલ્સન... મહેકતું જાણે સ્વપ્નનું ખુમાર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance