STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

પ્રેમ તારો

પ્રેમ તારો

1 min
159

પથ્થરમાં પણ પ્રાણ પ્રગટાવશે પ્રેમ તારો,

ખુદ હરિને સહજ ખેંચી લાવશે પ્રેમ તારો,


પ્રેમસાધ્ય પરમેશ પરાકાષ્ઠાએ પ્રગટનારા,

અંશ અંશીને પરસ્પર મિલાવશે પ્રેમ તારો,


ના શબ્દો, સ્તુતિ કે પદાર્થો લલચાવી શકે,

અંતર આરઝૂથી એને રીઝાવશે પ્રેમ તારો,


જીવનની અણમોલ ઘડી હશે મુલાકાતની,

ખુદ હરિને પણ ખરેખર ફાવશે પ્રેમ તારો,


હશે અપેક્ષિત ઊભયપક્ષે પામવાની આશા,

પામી પોતાનાંને મુખ મલકાવશે પ્રેમ તારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational