પ્રચંડ નિશાન
પ્રચંડ નિશાન
ઊંચેરો માનવી તું, ઊંચેરા સાધ લક્ષ,
લગાવ પ્રચંડ નિશાન, વીંધી નાખ અક્ષ.
વિશાળ જનસમૂહની માન્યતાઓ જુદી,
મંતવ્યો જુદા,જુદો હશે વળી દરેકનો પક્ષ.
લડવા કાયમ તત્પર રહેજે જીવન જંગમાં,
પ્રહારો ઝીલજે સદા સામે કરીને તૂજ વક્ષ.
કસોટીઓના કાળમાં પાર ઉતરી જા તું,
પાપી-અત્યાચારીઓને કદી પણ ના બક્ષ.
નિશ્ચિત કર તારું પ્રાપ્તવ્ય સ્થાન જાતે,
નિજ જાતને જગના બધા દ્વંદ્વોથી રક્ષ.
સાહસ ભરી લે ભીતરે ભરપૂર તું અખંડ,
મનોરથો પૂર્તિ કાજ મજબૂત કર ઉર કક્ષ.
સંયમના સથવારે હાલી નિકળ પગથારે,
જીવનસ્થિત એઓમાં હરહંમેશ બની દક્ષ.
