Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Arjun Gadhiya

Inspirational Others

4  

Arjun Gadhiya

Inspirational Others

પ્રાર્થના...

પ્રાર્થના...

1 min
13.4K


હે દેવી સરસ્વતી વંદન કરીએ તમને,

હે માત શારદા દેજો આશિષ અમને…


જ્ઞાન વિન અધંકાર ફેલાયો આ જીવનમાં,

ભૂલો પડ્યો છુ હું આ સંસાર સાગરમાં,

હે જ્ઞાન દેવી આ અંધકારને દૂર કરીને,

હે શારદા રોશન કરો મુજ જીવનને…

હે દેવી સરસ્વતી...


વિદ્યા વિન પડ્યો છુ હું બહુ જ વિપતમાં,

નથી મળતો મને કોઈ પથ જીવનમાં,

હે પદ્માસિની મુજને સાચો માર્ગ બતાવોને,

હે માં શારદા વિદ્યાના વરદાન આપોને…

હે દેવી સરસ્વતી…


તુ છે સૂર-સંગીતની દેવી; હું દાસ તારો,

હું વિનવું તમને સાદ સાંભળજો મારો,

હે વિણા ધારિણી 'અર્જુન' પર કૃપા કરોને,

હે દેવી શારદા અમને આશિષ આપોને…

હે દેવી સરસ્વતી…


Rate this content
Log in