પપ્પા
પપ્પા
પપ્પાનું દુઃખ એકલા પપ્પા જ જાણે
પપ્પાના પ્યારને કોઈ ન પહેચાને,
ચહેરા ઉપર જોવા મળે ન નૂર
આખો દિવસ કરે પરિશ્રમ ભરપૂર,
પુત્રના સપના માટે સપના ધરબાવે
'અંગત સ્વાર્થ' શબ્દ તેનાથી કોસો દૂર,
લાગે કઠોર છતાં હૃદયમાં પ્રેમ ભરપૂર
માંના પ્રેમની જેમ કોઈ કવિતા ન ગાવે
પપ્પાના પ્યારને કોઈ ન પહેચાને !
