પણ તું
પણ તું
મારી આંખો છે તું, તો મારા આંસુમાં પણ તું,
મારા હૃદયમાં છો તું, તો મારી ધડકનમાં પણ તું,
મારી નીંદરમાં છે તું, તો મારા સપનામાં પણ તું,
મારો સાથ છો તું, તો મારી જીવનસાથી પણ તું,
મારો પ્રેમ છો તું, તો મારા પ્રેમની મુરત પણ તું,
મારી જીંદગી છો તું, તો તેને નિભાવજે પણ તું,
મારો વિશ્વાસ છો તું, તો તેને જાળવજે પણ તું,
હું તારા વિના કાંઈ જ નથી, તો પણ મારા જીવન જીવવાનું કારણ પણ તું......પણ તું..

