ફરિયાદ
ફરિયાદ
ફરિયાદ છે તારી, હું આવ્યો નહિ તારા લગનમાં;
પણ કેવી રીતે એ પાનેતરમાં હું તને જોઈ શકત?
ચોરીમાં અન્ય કોઈની સાથે ફેરા લગાવતી વેળા,
મારા દિલની ગર્તનો તને અહેસાસ હોઈ શકત?
એ સિંદુર લગાવી દેત તારી સેંથીમાં હકથી,
કિન્તુ શું એથી મારા રક્તની છાપ ધોઈ શકત?
તારી વિદાયમાં રડતી હોત સૌની આંખો ચોધાર,
અશ્રુધારોની વચ્ચે રડતા દિલને તું જોઈ શકત?
જો થાત અહેસાસ મારા દિલના રડવાનો તને,
કેમેય કરી દિલના એ આંસું તું લોઈ શકત?
વિચારજે આ બધા સવાલોના જવાબ જો મળે,
જો હું હોત તો તારાથી એ લગન થઈ શકત?

