મગજમારી
મગજમારી
1 min
1.2K
સઘળું નહિ સમજવામાં જ સમજદારી છે,
કારણ સમજણને પચાવવું જરા ભારી છે.
સાવ અજીબ લાગે, ને તોયે દુનિયાદારી,
ઉકરડા જેવી ભલે, કહેવી પડે સારી છે.
આંખોની ચોપાસ કાળા કુંડાળાની કલાકારી,
આંંસુંઓની દરેક બુંદ ચાખી, ખારી છે.
મગજમાં ચાલતી સ્વાર્થની સહુ ગણતરીઓ,
મારા દિલની નાદાન સચ્ચાઈ સદા હારી છે.
અંત ઘડીએ યાદ અપાવે આખા જીવનની,
આ જીવને ખોળિયું છોડવાની મગજમારી છે.
