STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ફરિયાદ કેવી ?

ફરિયાદ કેવી ?

1 min
207

પ્રેમ જ કર્યો છે તો પછી ફરિયાદ કેવી ?

ભાવ જ ભર્યો છે તો પછી ફરિયાદ કેવી ?


વાત છે આત્મસમર્પણની આખરે એ જ,

વસંતે જ ખર્યો છે તો પછી ફરિયાદ કેવી ?


કોણ કરે વિચાર અહીં ગુણ અવગુણનો ?

એ જ સાંભર્યો છે તો પછી ફરિયાદ કેવી ?


ભળી જવું છે હવે તો બસ રંગલાખવત્,

મનુજ દેહ ધર્યો છે તો પછી ફરિયાદ કેવી ?


તું સાગર ઘૂઘવતો, હું શાંત શીતળ સરિતા,

ચોરાસી ફેરો ફર્યો છે તો પછી ફરિયાદ કેવી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational