પહોંચ્યા
પહોંચ્યા


મુક્તકથી કવિતા અને
નઝમથી ગઝલ સુધી પહોંચ્યા,
અમે ખુદનું સરનામું શોધતા શોધતા,
તારા ઘર સુધી પહોંચ્યા,
રહેતા હતાં તારી આંખોના વમળ આસપાસ
આંખોથી ક્યારે દિલ સુધી પહોંચ્યા ?
અઘરો હતો એ પ્રશ્ન જે તે મને પૂછી લીધો,
કે રાહે છું સાંભળે છેં ક્યાં સુધી પહોંચ્યા,
ભરતા હતાં કેડ પર ગાગર રાખી પાણી
તેના સ્પર્શ માટે અમે ગાગરથી એડી સુધી પહોંચ્યા,
ચાહતની મજા તો જો "અમુ" મારી હવે તુ,
હતાં એ સમયે ચાંદ, ખરતા તારે જઈ પહોંચ્યા.