STORYMIRROR

Dhrumil Jani

Drama Tragedy

3  

Dhrumil Jani

Drama Tragedy

પાણી

પાણી

1 min
13.9K



પાણીમાં ડુબાડી કલમથી,

લખું તો કંઈ લખાય નહિ,

પણ જો આંસુમાં કલમ ડુબાડું,

તો કાગળો ખુટી જાય છે,


પાણી આગળ બાંધી છે પાળ,

જેથી એ છલકાય નહી,

પણ જો કોઈ દિલ પર કરે પ્રહાર,

તો બાંધ તુટી જાય છે,


વહેતી નદીનાં નીર,

કદી ખારાં થાય નહિ,

પણ જો ભળી જાય દરિયામાં,

તો મીઠાશ છૂટી જાય છે,


બેરંગ આ પાણીનાં,

સહજતાથી મુલ્ય થાય નહિ,

પણ જો વરસે ખેતરોમાં,

તો અનાજ ફૂટી જાય છે,


આંસુ, પ્રસ્વેદ, કે ઝાકળ,

પાણીથી જુદા ગણાય નહિ,

પણ જો જીંદગીના સંદર્ભે મુલવો,

તો "જાની" ભ્રમ તુટી જાય છે.


Rate this content
Log in

More gujarati poem from Dhrumil Jani

Similar gujarati poem from Drama