STORYMIRROR

Dhrumil Jani

Others

3  

Dhrumil Jani

Others

સ્વપ્ન

સ્વપ્ન

1 min
28.1K


મેં એક સ્વપ્નની દુનિયા બનાવી હતી,

લાગણીઓના મહેલોથી એને સજાવી હતી.


સુખ:દુખની ઇંટોથી બન્યા હતા દરેક ઘર,

ને હાસ્ય એ દરેક ઘરની ચાવી હતી.


રાગ-દ્વેષની ભાવનાથી પરે હતા સૌ કોઈ,

મેં ખુશીઓને ત્યાં રહેવા માટે મનાવી હતી.


પર્વતો, દરિયા, નદીઓને લીલાછમ ઉપવનો,

મેં કુદરતની દરેક સુંદરતા એમાં સમાવી હતી.


તૂટ્યું સ્વપ્ન ને જાણે તુટી ગઈ એ દુનિયા પણ,

કારણકે એમાં પણ માનવજાત બનાવી હતી.


Rate this content
Log in

More gujarati poem from Dhrumil Jani