STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ઓવારણાં નવા વર્ષનાં

ઓવારણાં નવા વર્ષનાં

1 min
26

ખીલી છે રજની નભે ઝગમગી, તારે સુહાની મઢી,

ને દીવા ઝબકે ગૃહે ઝળહળી, આવી જ દીપાવલી,


દેજો ભાવ ભર્યા રૂડા ઉમળકા, ઉજાસ પર્વે દિલે

વર્ષાન્તે સરવૈયું હાથ ધરજો, લાભ્યા તમે શું જગે,


સંદેશા મંગલા નવા વરસના, ઐશ્વર્ય પામો મહા,

ઉષ્મા સાથ વધાવજો જ હરખે, લેતાં જ ઓવારણાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational