નવલાં વરસે
નવલાં વરસે


સૌ સંકલ્પો સાથે કરીએ ઈસુનાં નવલાં વરસે.
નૂતન આશે મન ભરીએ ઈસુનાં નવલાં વરસે,
જીવન જીવીએ સૌથી રૂડું માનવ છીએને સૌ,
માનવતા પગલાંમાં ધરીએ ઈસુનાં નવલાં વરસે.
ખતમ કરીએ દ્વેષને દુશ્મની હોય જે પરસ્પર,
પ્રેમસંદેશ સઘળે પ્રસારીએ ઈસુનાં નવલાં વરસે.
"જીવોને જીવવા દો" સૂત્ર આચરણમાં લાવીએ,
પીડિતોના દુઃખોને હરીએ ઈસુનાં નવલાં વરસે.
ભૂલી જઈને ભલા થઈએ માનવતા ન તજીએ,
ક્ષમા હથિયાર અપનાવીએ ઈસુનાં નવલાં વરસે.