Neha

Inspirational Others

4  

Neha

Inspirational Others

નથી હોતી

નથી હોતી

1 min
217


ઘણીય વેદનાઓ, હોય છે મનમાં,

બધીજ ચહેરાં પર, કદી દેખાતી નથી હોતી,

દરેક ચહેરાને છુપાવવાની કળા આમ,

હસ્તગત નથી હોતી !


હજારો નિષ્ફળતા, મળી હોય છે જીવનમાં,

બધાંજ પ્રયત્નોમાં, કદી યારી નથી હોતી,

દરેક માણસની સહનશક્તિ આમ,

એકસરખી નથી હોતી !


ઘણીયે ઈચ્છાઓ, રમતી હોય છે મનમાં,

બધીજ અતૃપ્ત ઈચ્છાઓ, કદી પુર્ણ થતી નથી હોતી,

દરેક હસ્ત રેખાઓ હાથમાં આમ,

સફળતાની નથી હોતી !


ઘણીયે લાગણીઓ, હોય છે સંબંધોમાં,

બધીજ લાગણીઓમાં કાયમ, “ચાહત” નથી હોતી,

દરેક જણની નિભાવવાની તૈયારી આમ,

એટલી ખાસ નથી હોતી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational